કડી શહેરમાં નશાના કારોબારને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની કોર્ટની બિલકુલ સામે જ મગફ્ળીની લારીની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનું કડી પોલીસની કાર્યવાહી દરમિયાન બહાર આવ્યું છે. મગફ્ળી વેચવાની લારીમાં ગરમ મસાલાની પડીકીઓમાં ગાંજો ભરીને છૂટક વેચાણ કરતા પરમારવાડાના સાહબાજ યાસીનભાઈ શેખ (ઉં.વ. 30)ને પોલીસે રંગેહાથ ઝડપી પાડયો છે. પોલીસે 12 પડિકીઓમાંથી 36.180 ગ્રામ ગાંજો તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,809નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

કડી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પરમારવાડામાં રહેતો સાહબાજ શેખ કડી કોર્ટ સામે અશરફી ટી સ્ટોલ નજીક પોતાની મગફ્ળીની લારીમાં ગાંજો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પીઆઈ એ.એસ. રબારીની સૂચનાથી પીએસઆઈ આર.આર. પરમાર સહિતની ટીમે સાંજે અશરફી ટી સ્ટોલ સામે પહોંચી ત્યારે આરોપી પોતાની લારી પર મગફ્ળી અને સીંગ વેચતો મળી આવ્યો હતો. કડી પોલીસે લારીની તપાસ કરતાં પાથરેલા કપડાની નીચેથી કેસરી રંગની થેલી મળી આવી હતી. આ થેલીમાંથી ઓસમ ગરમ મસાલા'ના માર્કાવાળી 12 નાની પ્લાસ્ટિકની પડીકીઓ મળી આવી હતી. પડીકીઓ ખોલતાં તેની અંદર લીલાશ પડતા ભૂખરા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.

આ મામલે મહેસાણા એફ્એસએલની મોબાઈલ વાનના સાયન્ટિફ્કિ ઓફ્સિર ચિરાગ ડી. પટેલને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. નાર્કોટિક્સ પરીક્ષણ કીટથી તપાસ કરતાં પડીકીઓમાં ગાંજો હોવાનું પુષ્ટિ થયું હતું. ઇલેક્ટ્રિક વજનકાંટાથી વજન કરતાં કુલ 36.180 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 1,809 આંકવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી પાસેથી રૂપિયા 5,000નો વીવો કંપનીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, 12 પડીકીઓ, પ્લાસ્ટિકની થેલી અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 6,809નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી પાસે ગાંજો રાખવા કે વેચાણ કરવા અંગે કોઈ કાયદેસરનો પરવાનો ન હોવાનું સામે આવતાં પીએસઆઈ આર.આર. પરમારની ફરિયાદના આધારે કડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી) તથા 20(બી)(2)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો