પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મહેસાણા દ્વારા પહેલી ઓક્ટોબરની રાત્રે વિજાપુર અને કડી વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે ટીમો બનાવીને કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન વિવિધ ટ્રાફ્કિ નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 200 વાહનો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન વાહનોના પરમિટ, ઓવરલોડિંગ, ક્ષમતા કરતાં વધુ મુસાફરો, ઓવર ડાયમેન્શન કાર્ગો (ODC) તેમજ અનધિકૃત LEDલાઇટ્સ સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓવરલોડિંગના 37,ODCના 28 અને અન્ય નિયમભંગ બદલ 135 વાહનોને સ્થળ પર જ મેમો ફ્ટકારવામાંઆવ્યા હતા.RTOતંત્ર દ્વારા વાહનચાલકોને નિર્ધારિત ક્ષમતા મુજબ જ માલ કે મુસાફરોનું વહન કરવા અને ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
