કડીના નાનીકડી વિસ્તારમાં આવેલી શ્રી એમ.એન. પટેલ પ્રાથમિક શાળામાં બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે બાળવંદના અને સરસ્વતીવંદના કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મા સરસ્વતીનું પૂજન-અર્ચન કરી સત્રનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોની આરતી ઉતારી બાળવંદના કરવામાં આવી હતી. બાળગીતો અને શાળા પ્રવેશ ગીતના ગાન સાથે વિદ્યાર્થીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના સ્ટાફે બાળકોને આશીર્વાદ આપ્યા હતા, જ્યારે બાળકોએ ગુરુવંદના કરી ગુરુ-શિષ્ય પરંપરાનું સુંદર ઉદાહરણ પૂરું પાડયું હતું. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ, સંસ્કાર અને શિક્ષણના સમન્વયથી શાળામાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો