મહેસાણા જિલ્લા માટે એક ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે. કડી તાલુકાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન (GPSDP) માટે કરવામાં આવી છે.


સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે ગામોની આ યોજના માટે પસંદગી થઈ છે, જેમાં આણંદના તારાપુર અને મહેસાણાના નંદાસણનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત નંદાસણ ગામને આગામી પાંચ વર્ષમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરી એક ક્કમોડેલ વિલેજક્ર તરીકે વિકસાવવામાં આવશે.

મહેસાણા જિલ્લાનું નંદાસણ ગામ હવે રાષ્ટ્રીય ફ્લક પર ચમકવા જઈ રહ્યું છે. ભારત સરકારના પંચાયત મંત્રાલય દ્વારા જીપીએસડીપી (GPSDP) એટલે કે ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત નંદાસણ ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી તેને એક આદર્શ ગામ બનાવવાનો છે. જેમાં ગ્રીન એન્વાયર્મેન્ટ, શુદ્ધ હવા-પાણી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નંદાસણ ગામના વિકાસ માટે સેપ્ટ (CEPT) યુનિવર્સિટી સાથે સંકલન સાધીને એક ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ 5 વર્ષના એક્શન પ્લાનમાં ગામની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.

પ્રપોઝડ પ્લાન મુજબ ગામમાં સ્કૂલોનું અપગ્રેડેશન, આધુનિક આંગણવાડી, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સ્ટ્રીટ લાઈટ્સ જેવી સુવિધાઓ ઉભી કરાશે. એટલું જ નહીં, ગામમાં નવું બસ સ્ટેન્ડ, શોપિંગ સેન્ટર અને ટાઉન હોલ પણ બનાવવાનું આયોજન છે, જેથી પંચાયતની પોતાની આવક ઉભી થઈ શકે એવું ડીડીઓ હસરત જાસ્મીને જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો હેતુ ગ્રામ પંચાયતને ક્કઆત્મનિર્ભરક્ર બનાવવાનો છે. ક્કઓન સોર્સ ઓફ્ રેવન્યુક્ર એટલે કે પંચાયત પોતાની આવક જાતે ઉભી કરી શકે તે દિશામાં આયોજન કરાયું છે. ટૂંક સમયમાં જ આ પ્લાનનું આખરીકરણ કરીને મંજૂરી અર્થે મોકલવામાં આવશે. નંદાસણ ગામમાં થનાર આ વિકાસકાર્યો માત્ર મહેસાણા માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અન્ય ગામો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ યોજના સાકાર થતાં ગ્રામજનોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવશે તે નક્કી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: