કડી તાલુકાના કૈયલ ગામેથી દર વર્ષની પરંપરા મુજબ અંબાજી માતાના દર્શનાર્થે શનિવારે વહેલી સવારે ભવ્ય પગપાળા સંઘ રવાના થયો હતો. યાત્રાના પ્રારંભ પૂર્વે માતાજીની આરતી તથા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ રથ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ ક્કબોલ મારી અંબે, જય જય અંબેક્રના જયઘોષ સાથે અંબાજી તરફ્ પગપાળા પ્રસ્થાન કર્યું હતું. ભક્તોના જયઘોષ અને માતાજીના ભજન-કીર્તનથી કૈયલ ગામ સહિત સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યાત્રામાં જોડાયેલા ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. માતાજીના રથ સાથે ભક્તો પગપાળા આગળ વધ્યા હતા.કૈયલથી અંબાજી સુધીની આ પદયાત્રા આશરે પાંચ દિવસમાં પૂર્ણ થશે. યાત્રા દરમિયાન ભક્તો ભજન-કીર્તન અને માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાભેર અંબાજી તરફ્ આગળ વધશે. અંબાજી પહોંચ્યા બાદ ભક્તો જગતજનની અંબે માતાના દર્શન કરી માતાજીના મંદિરે ધજા ચડાવશે તથા પરિવાર અને ગામમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કૈયલ ગામની ધાર્મિક પરંપરા ઉત્સાહ અને શ્રદ્ધાભેર જાળવવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તોની હાજરીથી કૈયલ ગામમાં વહેલી સવારથી જ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો