કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષા તેમજ લોખંડના ર્ફ્મા ની ચોરીના બનાવનો ભેદ ઉકેલી કડી પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસે બંને પાસેથી ચોરીની રિક્ષા અને લોખંડના ર્ફ્મા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા એસપી હિમાંશુ સોલંકી (IPS) તથા કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડી પોલીસ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. તે સમયે PI એ.એસ.રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. દવે તથા સર્વેલન્સ સ્ટાફ્ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
દ દરમિયાન પો.સ.ઇ. આર.બી. દવેને મળેલી બાતમીના આધારે બોરીસણા-ફુલેત્રા રોડ ઉપર નવી બની રહેલી નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી લોખંડના ર્ફ્માની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં તેમણે તા.31 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે બોરીસણા-થોળ રોડ ઉપરથી રિક્ષાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ચોરી કરેલી રિક્ષા લઈને તેઓ નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લોખંડના ર્ફ્મા ચોરવા પહોંચ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BY-4849 વાળી રિક્ષા કિંમત રૂ.1.50 લાખ તથા રૂ.30 હજારની કિંમતના લોખંડના ર્ફ્મા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અમરતભાઈ બળદેવભાઈ નનુભાઈ દંતાણી, હાલ રહે. બોરીસણા, તા.કડી, જી.મહેસાણા તથા નઈમખાન મતલુબ કાસમ શેખ, હાલ રહે. બોરીસણા-ફુલેત્રા રોડ ઉપર જેટ કિંગ ફેબ્રિકેશનની દુકાનમાં, મૂળ રહે. અડોલી ગામ, તા.જી. બુલંદશહર, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. રિક્ષા ચોરી અંગે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુના નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો