કડી તાલુકાના થોળ ગામે થોળ રોડ પર આવેલા ધારા પેટ્રોલ પંપની બહાર છેલ્લા બે મહિનાથી લાવારિસ હાલતમાં પડેલી પલ્સર બાઈક અંગે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બાવલુ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાઈકને તપાસ અર્થે લઈ જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ધારા પેટ્રોલ પંપની બહાર છેલ્લા બે મહિનાથી નંબર GJ-1-EL-2662 ધરાવતી પલ્સર બાઈક એક જ સ્થળે પડી હતી. લાંબા સમયથી બાઈક ધૂળ ખાતી હાલતમાં પડેલી હોવા છતાં કોઈ માલિક કે દાવેદાર તેને લેવા માટે આવ્યો ન હતો. જેના પગલે સ્થાનિકોમાં બાઈક ચોરીની હોઈ શકે અથવા અન્ય કોઈ સ્થળેથી ચોરી કરીને અહીં મૂકી દેવાઈ હોવાની વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી.

બાઈક લાંબા સમયથી લાવારિસ હાલતમાં પડેલી હોવાના કારણે સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો. આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બાવળુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાઈકને તપાસ અર્થે લઈ ગઈ હતી. હવે પોલીસ દ્વારા બાઈકના નંબરના આધારેઆરટીઓ રેકોર્ડની તપાસ કરવામાં આવે તેમજ બાઈક અહીં કેવી રીતે અને કોણ દ્વારા લાવવામાં આવી તે જાણવા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો