કડી : કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની કારકિર્દી સફ્ળતા અને રોજગાર ક્ષમતા વધારવાના હેતુથી 'કેમ્પસ ટુ કોર્પોરેટ' નામના વિશેષ કાર્યક્રમનું સફ્ળ આયોજન કરી રહી છે. આ પ્લેસમેન્ટ-કેન્દ્રિત પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આજના સ્પર્ધાત્મક કોર્પોરેટ અને વ્યાવસાયિક જગત માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ઉદ્યોગજ્ઞાનથી સજ્જ બનાવવાનો છે. કાર્યક્રમ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગજગતની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરે છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ કેમ્પસ જીવનમાંથી વ્યાવસાયિક જીવનમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે છે. આ કાર્યક્રમ અંગે યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડૉ. ધર્મેશ જે. શાહે જણાવ્યું હતું કે, 'કેમ્પસ ટુ કોર્પોરેટ' કાર્યક્રમ વિદ્યાર્થીઓને કારકિર્દી-સક્ષમ, કોર્પોરેટ-સજ્જ અને ભવિષ્યના પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે તેવા વ્યાવસાયિકો તરીકે ઘડવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટી ગુણવત્તાસભર શિક્ષણ, ઉદ્યોગ જોડાણ અને કૌશલ્ય વિકાસના સમન્વય દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને સફ્ળ કારકિર્દી માટે તૈયાર કરવાની દિશામાં સતત કાર્યરત છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: