ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 71મા જન્મદિવસ નિમિત્તે કડીમાં સેવાભાવી કાર્યક્રમોની હારમાળા વચ્ચે કડીના સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ અને રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ શુક્લના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક આગેવાનો, સંત-મહંતો અને રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી નીતિનભાઈ પટેલના જાહેરજીવન અને વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં લાંબા સમય સુધી ટકી રહી પ્રજાની વચ્ચે લોકપ્રિયતા જાળવવી એ મોટી સિદ્ધિ છે. કડીના સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ કડી ટાઉનહોલ ઉપરાંત અયોધ્યા રામજી મંદિર, ગાયત્રી મંદિર અને બહુચર માતાજી મંદિર ખાતે યોજાયો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ છેલ્લા 11 વર્ષથી યોજાતી આ રક્તદાન શિબિર દ્વારા અત્યાર સુધીમાં 12,981 યુનિટ રક્ત એકત્રિત કરી અનેક દર્દીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. જ્યારે આજે યોજાયેલ મહારક્તદાન શિબિરમાં 956થી વધુ રક્તની બોટલો એકત્ર થઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: