કાલોલ : કાલોલ જીઆઇડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે બુધવારે જીઆઇડીસીના એસોશિયેટ હોલ ખાતે જીઆઇડીસી એસોસિયેશન અને લઘુ ભારતી ઉદ્યોગોના વિકાસ અને સમન્વય અંગેની જરૂરી સચિત્ર માહિતી અને માર્ગદર્શનઆપતી ઈન્ડસ્ટ્રીઝ ડિરેક્ટરીનું જિલ્લા કલેકટર અજય દહિયાના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે જીઆઇડીસીની કેટલીક સમસ્યાઓનું નિવારણ તેમજ સ્થાનિક લોકોને રોજગાર આપવાની એસોસિયેશને હિમાયત કરી હતી. જિલ્લા કલેકટરે પણ કાલોલ જીઆઇડીસીથી દિલ્હી - મુંબઈ નેશનલ કોરીડોર સુધીના બાયપાસ વે તેમજ ઓવરબ્રિજ આવંટન કરવાની હિમાયત કરી હતી. કાર્યક્રમમાં જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ બી.એન ગીરી, સેક્રેટરી પ્રવિણભાઇ નિમાવત, પંચમહાલ સ્ટીલ કંપનીના સી.એમ.ઓક મલ્હોત્રા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ કમલેશભાઈ પંચાલ, જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઇ પંચાલ સહિત કારોબારી સભ્યો અને વિવિધ એકમોના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા









