કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે માનવતાને શર્મસાર કરનારા એક કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 17 વર્ષીય સગીર ભત્રીજીને નોકરી અપાવવાની લાલચ આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ કાકા રમેશને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.


નોકરી અપાવવાના બહાને આચર્યુ હતું દુષ્કર્મ

આ શરમજનક ઘટના ત્યારે બની હતી જ્યારે આરોપી કાકા પોતાની ભત્રીજીને નોકરી અપાવવાના બહાને રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. રસ્તામાં કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈને તેણે સગીરા પર ત્રણથી ચાર વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે કડક તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

પીડિતાને 5 લાખ સહાય આપવા આદેશ

કલોલ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો, ભોગ બનનારની જુબાની અને મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આકરો નિર્ણય લીધો હતો. કોર્ટે આરોપી રમેશને: આજીવન કેદની સજા ફટકારી છે. રૂ.50,000નો દંડ કર્યો છે. પીડિતાના પુનઃવસન માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ₹૫ લાખની સહાય ચૂકવવા આદેશ કર્યો છે. આ ચુકાદાથી સમાજમાં એવો સંદેશ ગયો છે કે સંબંધોની મર્યાદા ઓળંગનાર અને માસૂમો પર અત્યાચાર કરનાર કોઈ પણ વ્યક્તિ કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: