કાલોલ તાલુકા પંચાયતની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંપાબેન મનહરભાઈ પરમારની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

ભાજપ દ્વારા આ ચૂંટણી માટે સત્તાવાર મેન્ડેટ જાહેર કરાયો હતો, જે મુજબ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ચંપાબેન મનહરભાઈ પરમારને સર્વાનુમતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કારોબારી સમિતિના અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયતના ભાજપના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ચંપાબેન મનહરભાઈ પરમારની સર્વાનુમતે થયેલી વરણીને ભાજપના કાર્યકરો અને તાલુકા પંચાયતના સભ્યોએ આવકારી હતી તથા તેમને અભિનંદન પાઠવી સફ્ળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરીહતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો