કાલોલ : કાલોલ ખાતે આવેલી અમૃત વિદ્યાલયે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ સાધીને તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ મેળવી પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારંભ માં પ્રતિષ્ઠિત એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા સ્કૂલ રેન્કિંગ્સ 2026-27 અંતર્ગત હેપીનેસ એન્ડ વેલ-બીઈંગ ચેમ્પિયન્સ કેટેગરીમાં શાળાએ પંચમહાલ જિલ્લામાં પ્રથમ, ગુજરાત રાજ્યમાં દ્વિતીય અને સમગ્ર ભારતમાં નવમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અમૃત વિદ્યાલયમાં એજ્યુકેશન ઉપરાંત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સર્વાંગી વિકાસ, સુખાકારી અને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ માટે શાળા દ્વારા કરાતા પ્રયાસોની ગ્રાન્ડ જ્યુરી દ્વારા નોંધ લેવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો