કાલોલની પાંચ આંગણવાડી કેન્દ્રોના સંયુક્ત આયોજનથી સેટકો સંચાલિત આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા યોજાયો હતો.

જેમાં પાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ તથા પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન બેલદાર ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને પોષણ કીટ તેમજ સગર્ભા માતાઓને ટેક હોમ રાશનનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત પોષણ ચેમ્પિયન તરીકે પસંદગી પામેલા બાળકોને ચિત્રપોથી અને કલર કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ઉપસ્થિત તમામ બાળકોને પૌષ્ટિક સુખડી તથા તાજાં ફ્ળોનું વિતરણ કરાયું હતું. આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર (હેલ્પર) તથાઆશા વર્કર બહેનોને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.