કાલોલની એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે મંગળવારે પુસ્તક પરિચય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અધ્યક્ષસ્થાને આચાર્ય ડૉ. કિશોર વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અર્જુનસિંહ ગઢવીએ પુસ્તક પરિચય સ્પર્ધાના હેતુ અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સ્પર્ધામાં કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, કાર્યક્રમમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધકોએ વિવિધ પુસ્તકોના પરિચય સાથે તેની વિષયવસ્તુ, લેખકના વિચારો, પુસ્તકનો મુખ્ય સંદેશ તથા પોતાના અભિપ્રાયની અસરકારક રજૂઆત કરી હતી. નિર્ણાયક તરીકે પ્રો. આઈ.પી. મેકવાન, પ્રો.એચ.એમ. કોંકણી અને ડૉ.વિષ્ણુભાઈ વણકરે સેવા આપી હતી.

અંતે પરાડીયા વૈશાલી પ્રથમ, પરમાર હિના દ્વિતીય અને રાઠોડ વિષ્ણુ તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા. ત્રણેય વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. સંચાલન ડૉ. કમલેશ સોલંકીએ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો