કલોલમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ કલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય સહિત કોર્પોરેટરો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કલોલમાં આજરોજ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલોલ શહેર અને પંથકના ગામોમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામા આવ્યું હતું. પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં રેલી નીકળી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. રેલી કલોલ મામલતદાર કચેરી પહોંચી હતી. ત્યાં મામલતદાર ને ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં કલોલ શહેર અને પંથકમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
