કાલોલઃ કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા ભાઈબીજના પવિત્ર દિવસે દશાલાડ વાડી ખાતે વાર્ષિક સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રિટાયર્ડ શિક્ષક રજનીકાંત સી. મજમુદાર, ડૉ. વિમલ ગાંધી, ડૉ. શીતલ ગાંધી તેમજ કૃષ્ણકાંત મહેતાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.સમારોહ દરમિયાન ધોરણ 1 થી 12 માં ઉત્કૃષ્ટ ગુણાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીની પદવી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ઉત્સાહભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈનામ વિતરણની સાથેસાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેણે ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. જ્ઞાતિના પ્રમુખ શશીકાંત પરીખે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને તમામ ઈનામ વિજેતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફ્ળ બનાવવા માટે જ્ઞાતિ પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ વિરેન્દ્ર મહેતા, મંત્રીઓ જીતેન્દ્ર ગાંધી અને જીજ્ઞેશ શાહ, ટ્રેઝરર પ્રકાશભાઈ મહેતા તેમજ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો