કલોલ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને એક યુવક ભગાડી ગયો હતો. ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે યુવકની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અને તેનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કેસ કલોલની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે સેશન્સ કોર્ટે જરૂરી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલો વગેરેને ધ્યાને લઈને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જીલ્લાના ટીટારણ ગામે રહેતો સંજય ઉર્ફે મીત ઉર્ફે પાસપોર્ટ ભુરાજી દોડીયારલ કલોલ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. અને તેની દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અવારનવાર સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જે અંગેની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. જે.ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાફના અલ્પેશકુમાર તથા વિજયસિંહ અને જનકજી દ્વારા ટીમ બનાવીને આરોપી વિરૂદ્ધ જરૂરી પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ રજૂ કરવામાં આવતા કેસ કલોલના ત્રીજા સેશન્સ જજ બી.આર.રાજપૂત સમક્ષ ચાલી રહ્યો હતો. જેમાં સરકારી વકીલ જીગ્નેશ એચ જોશીની ધારદાર દલીલો અને પુરાવાઓ વગેરેને ધ્યાને લઈને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.આર. રાજપૂત દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે ચુકાદાની શરૂઆત સંસ્કૃતના શ્લોકથી કરી હતી. અને ચુકાદો આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો