કલોલમાં આવેલા હેડ પોસ્ટ ઓફીસનો દરજ્જો ઘટાડીને તેને એમ.ડી.જી માં ફેરવામાં આવતા સ્થાનિક નાગરિકો વેપારીઓને ગ્રાહકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. આ વહીવટી નિર્ણય સામે જાહેર હિત માં ઓફીસનો દરજ્જો યથાવત રાખવા અથવા પૂનસ્થાપિત કરવા માટે મુખ્ય પોસ્ટ માસ્ટર અને જનરલ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલમાં ગાંધીનગર ડીવીઝનલ અંતર્ગત આવતી મહત્વપૂર્ણ કલોલ હેડ પોસ્ટ ઓફીસને એચ.ઓ. નો દરજ્જો ઘટાડીને તેને એમ.ડી.જી.માં ફેરવામાં આવ્યો છે. જેને લઈને સ્થાનિક નાગરિકો વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. કલોલ હેડ પોસ્ટ ઓફીસનો દરજજો ઘટાડવામાં આવતા તમામ સેવાઓ બચત યોજનાઓ નાણાંકીય વ્યવહારોને વીમા સેવાઓ જેવી મહત્વની સરકારી યોજનાઓને લઈને નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ ફરી વળ્યો છે હેડ પોસ્ટ ઓફીસનો દરજ્જો ઘટવાના કારણે ગ્રાહકોને ગાંધીનગરના ધક્કા ખાવા પડી શકે છે. જેના કારણે ગ્રાહકોમાં આક્રોશ જોવા મળી રહ્યા છે. અને આ બાબતે નાગરિકો તથા પોસ્ટ એજન્ટો દ્વારા કલોલની હેડ પોસ્ટ ઓફીસનો દરજજો યથાવત રાખવા માટે માંગણી કરવામાં આવી છે. અને આ બાબતે લાગતા વળતા તંત્રમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
