કલોલના પાનસર રોડ ઉપર આવેલ અહેમદી પાર્ક સોસાયટીમાં ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે અહી રોગચાળાનો ખતરો ઉભો થવા પામ્યો છે. ગટરોના દુષિત પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતા દુર્ગંધનું સામ્રાજ્ય ફરી વળ્યું છે. જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના પાનસર રોડ ઉપર આયોજનનગરની પાછળ આવેલ અહેમદી પાર્ક સોસાયટીમાં ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગટરો ઉભરાતા તેના દુષિત પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે. જેના કારણે સમગ્ર સોસાયટીમાં દુર્ગંધ નું સામ્રાજ્ય ફરી વળ્યું છે. અને જાહેર આરોગ્ય સામે જોખમ ઉભું થવા પામ્યું છે. દુષિત અને દુર્ગંધ મારતા પાણીથી જીવાતો અને મચ્છરો તથા માખીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ બાબતે સ્થાનિકો એ નગરપાલિકામાં રજૂઆત કરીને કામગીરી કરવા માટે માંગણી કરી છે. તેમજ સ્થાનિકોએ કરેલ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે તેમની સોસાયટી બની ત્યારે 90 મકાનો હતા. અને હાલમાં 400 મકાનો થઈ ગયા છે. 25 વર્ષ પહેલા સોસાયટી બની હતી. તે વખતે 90 મકાન માટે ગટરની લાઈન બિલ્ડર દ્વારા નાખવામાં આવી હતી. અને હાલમાં અહી 400થી વધુ મકાનો છે. તેથી ગટરની કુંડીઓ ઉભરાઈ રહી છે. તેના કારણે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા અત્રે ગટરની નવી લાઈન નાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અને આ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: