કલોલમાં સ્વામિનારાયણ યુનિવર્સીટી સંલગ્ન સ્વામિનારાયણ ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સિસ એન્ડ રીસર્ચ (એસ.આઈ.એમ.એસ.આર.) ખાતે એમ.બી.બી.એસ. બેચ 2026 ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે વ્હાઈટ કોટ સેરેમની 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દ્વારા ભાવિ તબીબોએ તબીબી શિક્ષણની પોતાની નવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તથા તબીબી વ્યવસાયની નૈતિકતા માનવસેવા,કરૂણા અને દર્દીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રમુખ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ડૉ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજના આશીર્વાદ આપ્યા હતા. યુનિવર્સિટીના ઉપપ્રમુખ પૂજ્ય સ્વામી ભકતવત્સલદાસજી મહારાજ અને પૂજ્ય સ્વામી ભકિતનંદનદાસજી મહારાજ મુખ્ય સંરક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રૂપેશ વાસાણી,પ્રો વાઈસ ચાન્સેલર ડૉ. ગુંજન શાહ, હેલ્થ સાયન્સિસના ડેપ્યુટી પ્રો. વાઈસ ચાન્સેલર ડૉ. રૂપમ ગુપ્તા અને રજીસ્ટ્રાર ડૉ. અજીત ગંગવાણે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સિવીલ હોસ્પીટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એસ.આઈ.એમ.એસ.આર.ના ડીન પ્રાધ્યાપકો તબીબી શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં સહભાગી બની પ્રસંગેને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સફેદ કોટ ધારણ કરાવી તબીબી વ્યવસાયની ગરિમા શિસ્ત નૈતિકતા અને માનવસેવાના મુલ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
