ગાંધીનગર એલસીબી પોલીસે કલોલ તાલુકાના દંતાલી ગામે વહેલી પરોઢે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા એક ટ્રકમાંથી વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. દારૂની પેટીઓ અન્ય નાના વાહનોમાં ભરવાની કામગીરી દરમિયાન પોલીસ ત્રાટકતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. અંધારાનો લાભ લઈ બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ટ્રકમાંથી વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું

પોલીસે સ્થળ પરથી 541 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં કુલ 8,328 બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત અંદાજે રૂ.43,70,400 હોવાનું જણાવાયું છે. ઉપરાંત પોલીસે સ્થળ પરથી આઇસર ટ્રક, મહિન્દ્રા પીકઅપ, ટાટા છોટાહાથી અને અલ્ટો કાર સહિત ચાર વાહનો પણ કબ્જે કર્યા હતા. વાહનો અને દારૂ મળી કુલ રૂ.64,70,400નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

બુટલેગરોની શોધખોળ શરૂ

દરોડા દરમિયાન પોલીસને જોઈ બુટલેગરો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. હાલ ગાંધીનગર એલસીબી પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો