ખેડા જિલ્લાના કપડવંજ-મોડાસા રોડ પર ડાકોર ચોકડી નજીક વસતા તળાવ પાસે હાઇવે પર ગઈ કાલે રાત્રિના સમયે અચાનક મોટો ભૂવો પડી જતાં વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. હાઇવેની વચ્ચે પડેલો આ ભૂવો અંદાજે છ ફૂટ જેટલો ઊંડો હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડી જતાં અકસ્માતની શક્યતા ઉભી થઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે વાહનચાલકો માટે આ સ્થળ જોખમી બન્યું હતું. માર્ગ પરથી સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તકેદારીના પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઇવે પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી ભૂવાનું કારણ શોધી તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ ત્યાં યોગ્ય બેરિકેડિંગ અને સૂચના ફ્લક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો