કપડવંજ તાલુકાના બેટાવાડા-જલોયા તળાવ ચાલુ સાલે પાઈપ લાઈન મારફતે પુરતા પ્રમાણમાં પાણીથી છલોછલ ભરાતા આ વિસાતરના લોકોમાં હર્ષની લાગણી પ્રવર્તી ગઈ હતી.
છેલ્લા ઘણા લાંબા સમયથી સિંચાઈના પાણીના અભાવે સંઘર્ષ કરી રહેલા અંદાજે 30 થી 35 ગામના ખેડૂતોને હવે અસરકારક રાહત મળશે.તળાવો ભરાતા ભુગર્ભ જળસ્તરમાં વધારો થશે જે ભાવિ ખેતી માટે લાભદાયી પુરવાર થઈ શકે તેમ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન નિલેશભાઈ મણીભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કપડવંજના બેટાવાડા-જલાયો તળાવ ભરવા માટે જરૂરી તમામ હકારત્મક પ્રયત્નો કર્યા હતા.સન 2020માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત રજૂઆત કર્યા બાદ પ્રક્રિયા શરૂ થઈ હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ યોજના સાકાર કરવા માટે કેટલીક ટેકનીકલ ક્ષતિઓ હતી જે દૂર કરવામાં આવી હતી.જેમાં તળાવો અને ડેમનું લેવલ સમાન હોવાને કારણે ઘણી ટેકનિકલ મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ હતી.તે સમયે લોક ભાગીદારી,સરકારી સહાય અને એ.પી.એમ.સી.ના સહયોગથી તળાવો ઉંડા કરવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો.યોજનાને મંજુરી અને કાર્યાન્વિત કરવા માટે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે વ્યક્તિગત રસ દાખવ્યો હતો.તેમની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી યોજનાને ઝડપી ગતિ મળી હતી.મંજુરી પ્રક્રિયા અને કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સાંસદનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો.સદર યોજનાના અમલીકરણમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની સક્રિય ભૂમિકાથી કાર્ય પૂર્ણ થવામાં મદદરૂપ થઈ હતી.જેના કારણે તળાવો પાઈપ લાઈન મારફતે ભરાયા છે.તળાવો છલોછલ ભરાતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.તળાવો ભરાવાથી ભુગર્ભ જળસ્તર વધવાથી સિંચાઈ માટે પુરતું પાણી ઉપલબ્ધ રહેવાની આશા બંધાઈ છે. સમગ્ર તાલુકાના ખેડૂતો તરફથી નિલેશભાઈ પટેલ મરફતે મુખ્યમંત્રી,સાંસદ,ધારાસભ્ય તથા સિંચાઈ અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.