કપડવંજ સેશન્સ કોર્ટને ઐતિહાસિક ચૂકાદો આપીને દુષ્કર્મના આરોપીને જન્મટીપની સજા ફટકારી હતી. આરોપીએ જામીન દરમિયાન દુષ્કર્મ આચર્યુ હતું. તેણે અવારનવાર દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી બનાવી હતી. અદાલતે આરોપી રાહુલ ઉર્ફે બોકડો વાંસફોડીયાને જન્મટીપની સજા ફટકારી છે.

અગાઉ દુષ્કર્મ કેસમાં સજા થઇ હતી

અગાઉ દુષ્કર્મ કેસમાં સજા પામેલા આરોપીએ ફરીથી દુષ્કર્મ કરતા આરોપીને અદાલતે આજીવન એટલે બાકી રહેલ કુદરતી જિંદગી સુધી કેદની સજા ફટકારી છે

વચગાળાના જામીન પર છુટી ફરી દુષ્કર્મ કર્યું

મલેલી માહિતી પ્રમાણે આરોપી રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાંસફોડીયાને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની કેદની સજા થયેલી હતીઆરોપી વચગાળાના જામીન પર મુક્ત થયેલ હતો તે દરમિયાન તેણે સગીરા પર ફરી દુષ્કર્મ આચર્યું હતું

અવારનવાર દુષ્કર્મ

ત્યારબાદ તેણે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારી ભોગ બનનારને ગર્ભવતી બનાવી હતી

ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર ચુકવવા હુકમ

સરકારી વકીલ મિનેષ.આર.પટેલે રજૂ કરેલા 31 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવા અને દલીલોને ધ્યાને રાખી અદાલતે ચૂકાદો આપ્યો હતો અને ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો. 


આ પણ વાંચો----    Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ