કરજણ તાલુકાના ગંધારા ગામની સરકારી માલિકીની ગૌચરની જમીનમાં ગેરકાયદે માટીનું જંગી ખોદકામ કરનારા ઇસમો દ્વારા ગ્રામજનોની ખેતીની જમીન સુધી જવા માટેનો રસ્તો પણ ખોદી કાઢતાં સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠયો છે. જેથી ગંધારા ગ્રામ પંચાયત સમક્ષ કસુરવારો સામે ફોજદારી ગુનો નોંધવા માંગ કરતાં માટી માફ્યિા અને ભ્રષ્ટ અધિકારીમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.


૬ માસમાં ગંધારા ગ્રામ પંચાયતના વહીવટી હસ્તકની ગ્રામ સરકારી પડતર ગૌચરની માટીના ખોદકામની અને વહનની કામગીરીની પરવાનગી આપેલ નથી. છતાં ગ્રામ પંચાયત અને કરજણ તાલુકા-વડોદરા જિલ્લાના મહેસુલ વિભાગના તેમજ ખાણ અને ખનીજ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હેઠળ જેસીબી, હિટાચી મશીન દ્વારા ખોદકામ કર્યા બાદ હાઈવા ટ્રક્સ મારફ્ત માટી વહન કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા ઈસમોએ ખૂબ મોટા પ્રમાણમાં જંગી ખોદકામ કર્યું હતું. જેને પગલે ખેતરોમાં જવાના કાચા રસ્તાની જમીનનું પણ ખોદકામ કરી નાખતાં ગામની ખેતીની જમીન સુધી ખેતી કામના વાહનો લઈને જવા માટેના કાચા રસ્તાનો ઉપયોગ કરનારા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. જેથી ગંધારા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી સમક્ષ બિનપરવાનગીથી માટી ખનન અને ગેરકાયદે વહન કરનારા ઇસમો વિરુદ્ધ ખેતીની અવરજવર વાળા રસ્તાને ખોદી કાઢી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના ગંભીર કૃત્ય વિરુદ્ધ ગામના જાગૃતિ યુવાનો પ્રજાપતિ જીતેન્દ્ર તેમજ પરમાર યુવરાજસિંહ રણજીતસિંહ દ્વારા રજૂઆત કરાતાં ફ્ફ્ડાટ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: