કરજણથી ચોરંદા થઈને શિનોર તાલુકાના માલસર સુધી નેરોગેજ લાઈનનેબ્રોડ ગેજમાં કન્વર્ટ કરવાની કામગીરીમાં રેલવે લાઈનને નજીક આવતા ખેડૂતોની જમીન સંપાદન કરવાની હોવાથી ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહીમાં ખેડૂતોને મળીને જરૂર જાણકારી આપવાની હોય છે. પરંતુ કરજણ તાલુકાના કોઠાવ ગામના ખેડૂતોને સંપાદન અધિકારી કે કોઈ કર્મચારી દ્વારા કોઈપણ જાણકારી આપેલ નથી. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ જમીન સંપાદન કરાઇ છે. જેમાં તાલુકાના કોઠાવ ગામના 36 ખેડૂતોની જમીન સંપાદન થયેલ છે. કોઠાવ ગામના જમીન સંપાદન થયેલ ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચૂકવેલ છે. જ્યારે અન્ય શિનોર તાલુકામાં આવતા ગામોમાં ઊંચી જંત્રી મુજબ વળતર ચૂકવેલ છે. જેમાં એકબીજાના મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ થયેલ હોવાથી તપાસ ચાલુ છે. પરંતુ તપાસ હજુ સુધી બહાર આવેલ નથી. જે તે અધિકારીની તાત્કાલિક ધોરણે બદલી પણ કરી નાખેલ છે. જાણવા મળેલ હતું કે, જરૂરી રેકોર્ડ પણ અધિકારી લઈ ગયા હતા. કોઠાવ ગામના ખેડૂતો સાથે અન્યાય થતાં કોઠાવ ગામના 36 ખેડૂતો આક્રમક મૂડમાં છે. આ કૌભાંડ બાબતે યોગ્ય તપાસ થાય અને કૌભાંડ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરેલ છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોઠાવ ગામના ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે.
