25
કરજણ : કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર રોડ પર સારિંગ ગામે ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષે નવચંડી યજ્ઞ યોજાય છે. જેમાં વિષ્ણુ વૃદ્ધ ગોત્રજના તમામ માતાજીને ભક્તો દૂર દૂરથી દર્શનનો લાભ લેવા આવે છે. ચાલુ સાલે આસો સુદ પડવોને રવિવાર તા.11-10-26ના રોજ સારિંગ ગામે ચામુંડા માતાજી મંદિરે નવચંડી યજ્ઞ અને અન્નકૂટનુ આયોજન કરાયું છે. જેમાં સવારે 9 કલાકે પૂજા વિધિ થશે. બપોરે 12 કલાકે અન્નકૂટ ભરાનાર છે. સાંજે 5 કલાકે શ્રીફ્ળ હોમાશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. માતાજીના ભક્તો અન્નકૂટ ધરાવી સેવાનો લાભ લઇ શકે તે માટે આયોજન કરયું છે. અન્નકૂટ પ્રસાદમાં લાભ લેનાર ભક્તોએ વ્યવસ્થાના ભાગરૂપે તા. 9-10-26 સુધી ટ્રસ્ટીનો સંપર્ક કરવો.
