કરજણ : વીર સાવરકર શિક્ષણ અને સેવા સંસ્થાન સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાધામ, કરજણ ખાતે ધો.3થી 12ના વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન યોજાયું હતું. જે પ્રસંગે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વાલી મંડળના પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વાલી સંમેલનમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન વિશે વક્તવ્ય આપી વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી તથા અભ્યાસ અંગે વાલીઓને ઉપયોગી સૂચનો આપ્યા હતા. જ્યારે અનુશાસન : વાલી હસ્તે વિષય પર વાલીઓની ભૂમિકા અને જવાબદારી અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. ઉપરાંત સંત રોહિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવન અને કવન અંગે તેમજ વંદે માતરમ્ની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ વિડિયો નિદર્શન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો