કરજણઃ કરજણ નવા બજાર ખાતે બજાર સમિતિના હોલમાં ખેડૂતોને સરકાર દ્વારા મદદરૂપ થવા માટે દર વર્ષે ખેડૂતને ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં વર્ષે રૂા.6000 સરકાર દ્વારા અપાય છે. જેમાં દર ચાર મહિને રૂા.2,000ના હપ્તા પ્રમાણે અપાય છે. જેનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવાનો હોય છે. જે માટે પીએમ કિસાન સન્માન નિધિ ઉત્સવનો કાર્યક્રમ કરજણ બજાર સમિતિ ચેરમેન જયદીપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જેમાં તાલુકા વિસ્તરણ અધિકારી, તાલુકાના ગ્રામસેવકો સહિત ખેડૂત લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન જયદીપ ચૌહાણ અને વિસ્તરણ અધિકારીએ ખેડૂતોને મળતા લાભો વિશે માર્ગદર્શન આપેલ છે. સરકાર દ્વારા કરજણ તાલુકામાં કુલ 23,242 ખેડૂત લાભાર્થી છે. જે રૂા. 2000ના હપ્તા પ્રમાણે કુલ રૂા.4,64,84000 આજરોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરાયા હતા.










