કરજણ તાલુકાના ઉપાસના ધામ વેમાર મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભારતીય સંસ્કૃતિ મુજબ દિવાળી ઉત્સવ એટલે પ્રકાશ પર્વનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. તા.6ઠ્ઠીના રોજ સંત ભગવંત સાહેબ દાદાના અષ્ટમ સખામાંના એક સદગુરુ સાધુ પરમ પૂજ્ય હર્ષદ દાદાના 83 માં પ્રાગટય પર્વની ઉજવણી કરાઇ હતી. સાથે શ્રી લક્ષ્મી પૂજન અને શ્રી શારદા પૂજન ઉત્સવ ઉજવાયો હતો. સાધુ પૂ. સતીશદાસજીએ પૂ.હર્ષદદાદાના જીવન દર્શનની ઝાંખી કરાવી હતી. સાધુ પૂ. ઉત્પલદાસ અને પૂ. કલ્પેશભાઈએ સુંદર સમજ સાથે મહાપુજા વિધિ કરાવાઇ હતી. સાધુ સતીશદાસજીએ જણાવ્યું કે રોજબરોજ પ્રાપ્ત થતી શ્રી લક્ષ્મીજી વર્ષે એકવાર ભગવાનની સેવામાં દસમા ભાગે સેવા અર્પણ કરશે તો તે લક્ષ્મીજી શુદ્ધ થઈને આપના જીવનમાં ભગવદીય આશીર્વાદ રૂપે પ્રાપ્ત થાય છે. તા.14 નવેમ્બરે ઉપાસના ધામ મુકામે અન્નકુટમાં હરિભક્તોએ ઘરે બનાવેલ વાનગી ધરાવીને પોતાના ભાવ ભગવાન સમક્ષ અર્પણ કર્યા હતા. પૂ. ચંદ્રકાંતભાઈ અને પૂ. દીક્ષિતભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાધુ પૂ.હરેશદાસ અને સુરવૃંદે ઠાકોરજીને અન્નકૂટ થાળ ગાઈ ભગવાનને જમાડયા હતા. સાધુ પૂજ્ય સતીશદાસજીએ જણાવ્યું કે 6 પ્રકારના રસમોથી વાનગી બને છે. ઘરેથી લવાતી વાનગી ભગવાનને ધરાવ્યા બાદ પ્રસાદ બને છે. તે ભગવાન અને ગુરુને રાજી કરવાનો શ્રોષ્ઠ ઉપાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો