કરજણ : કરજણ તાલુકાના માત્રોજ ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી ભૂખી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભૂખી નદી છલકાતા ગામની ભાગોળે પાણી આવેલ છે. તાલુકાના માત્રોજ ગામે ચોમાસાની સિઝનનો ધીમીધારનો ખેતીલાયક વરસાદ પડેલ હતો. ત્યારબાદ ગતરોજ ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતા ખેતરમાં પાણી ભરાયેલ છે. ભૂખી નદીમાં પણ નવા પાણી ની આવક આવેલી હતી. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પાણીનો પ્રવાહ ભૂખી નદીમાં આવતા ભૂખી નદીમાં પાણીની આવક વધતા ભૂખી નદી છલકાતા ભૂખી નદીના પાણી નવી નગરીમાં થઈ, પરમાર ફરિયા થઈને ગામની ભાગોળે પહોંચેલ છે. ભૂખી નદી છલકાતા નવી નગરીના ઘરોમાં પાણી ભરાયેલ છે. ભૂખી નદી કિનારાના આજુબાજુના ખેતરો જળબંબાકાર થયેલ છે. ખેડૂતોએ મહા મહેનતે ખર્ચ કરીને તૈયાર કરેલ ખેતી પાકો પાણીમાં ગરકાઉ થતા પાકો નષ્ટ થયેલ છે. કોલીયાદ ગામની ભાગોળે ભૂખી નદીના પાણી આવતા ગામની ભાગોળે ઘુટણસામા પાણી ભરાયેલ છે.
