કરજણ : કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે, તાલુકાના ગંધારા ગામની નવીનગરી પાસે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં પટ્ટા પાનાનો જુગાર રમે છે. જે બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા નાસભાગ મચી હતી. જેમાં ચાર ઇસમો જેમાં નરેશ કાંતિ તડવી. (રહે. ચુડેશ્વર ગામ, તડવી ફ્ળીયુ, તા.તિલકવાડા, જિ. નર્મદા), સંદીપ કાભઇ વસાવા (રહે. અવાખલ, નવીનનગરી, તા. શિનોર), રજાક સત્તાર મેમણ (રહે. કરજણ નવા બજાર), સિકંદર ઈસ્માઈલ ઘાંચી (તિલકવાડા) જેઓને ઝડપતા દાવ ઉપર અને અંગ જડતી અને મોબાઈલ નંગ પાંચ મળી મુદ્દામાલ સહિત કુલ રૂા.71,640 સાથે ચાર ઈસમની ધરપકડ કરી નાસી જનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam



  • Follow us on: