કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન ખાતે કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી કે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે પાણીમાં પાંચ લોકો ફ્સાયા છે તુરતજ બચાવ કામગીરી માટે કેશોદ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચ લોકોનું રેસ્કયુ કરી બચાવ કામગીરી કરીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફ્તે ત્રણ લોકોને તાલુકા હેલ્થ સેન્ટર અને બે લોકોને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવેલ ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
કેશોદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડ ટીમે ફાયર સેકશન ઓફ્સિર સુધીર જોષી ના માર્ગદર્શન હેઠળ માત્ર સોળ મીનીટમાં સફ્ળ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી સેવાઓ નું સમયાતંરે પ્રશિક્ષણ માટે મોકડ્રીલ યોજવામાં આવે છે અને જોડાયેલ ટીમની ક્ષતિઓ ધ્યાનમાં આવે તે દુર કરવા સુચના આપવામાં આવે છે.










