ખંભાત સિટી પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલ્યો.
આણંદ જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે પોલીસ દ્વારા પાસા તથા તડીપારની કાર્યવાહી વધુ કડક બનાવવમાં આવી છે. જેના ભાગરૂપે ખંભાત સિટી પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અક્ષય ઉર્લો લલ્લો નગીનભાઈ ચુનારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને લાજપોર મધ્યસ્થ જેલને હવાલે કર્યો છે. આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તેમજ ખંભાત વિભાગના ઈ.નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ખંભાત સિટી પોલીસ ઈન્સ્પેક્ટર પી. જે. બાંટવા દ્વારા આરોપી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ આણંદ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતાં આરોપી વિરૂદ્ધ પાસા ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી તેને સુરત ખાતેની લાજપોર મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અક્ષય ઉર્ફે લલ્લો ચુનારા વિરૂદ્ધ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 અને 2026 દરમિયાન કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં શરીર સંબંધી ગુનાઓ ઉપરાંત જી.પી. એક્ટ, બીએનએસની કલમો તથા આઈ.ટી. એક્ટની કલમ 67 હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત થોડા દિવસ અગાઉ પાસાના આરોપીને પકડવા યેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પણ સામે આવી હતી.
