નૂતન વર્ષના મંગલમય પ્રારંભે ખંભાતના વૈષ્ણવ સંપ્રદાયના પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ગુસાઈજી બેઠક મંદિર ખાતે વિક્રમ સંવત 2083ના કારતક સુદ નોમના પવિત્ર અવસરે વર્ષના સૌપ્રથમ અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના પ્રથમ અન્નકૂટ દર્શન હોવાથી આ ધાર્મિક પ્રસંગનું વિશેષ મહત્ત્વ રહ્યું હતું. ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, સ્વાદિષ્ટ વાનગીઓ અને વિવિધ પ્રસાદીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટની મનોહર સજાવટ અને પરમાત્માના અલૌકિક દર્શન ભાવિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. નવા વર્ષની શરૂઆત જ પરમાત્માના ચરણોમાં શીશ ઝુકાવી અને અન્નકૂટનાં દર્શન કરી કરવાની ભાવના સાથે ખંભાત ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો