ખંભાત : ખંભાત પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા સમગ્ર તાલુકો જળબંબાકાર બની ગયો છે. વહેલી સવારથી શરૂ થયેલા અવિરત વરસાદે એક જ દિવસમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અનેક માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોખમની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. પાલિકાના ચીફ્ ઓફ્સિર વિશાલ પટેલના જણાવ્યા મુજબ હાલ સુધી શહેર વિસ્તારમાંથી કોઈ વ્યક્તિનું સ્થળાંતર કરવાની જરૂર પડી નથી. જ્યારે તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ સલામતીના ભાગરૂપે જૂની આખોલ ગામના દરિયાકાંઠાના વિસ્તારના 40 થી વધુ લોકોને આખોલ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો