ખંભાત : દુર્ગાષ્ટમીના પાવન અવસરને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા ખંભાત ખાતે માતૃશક્તિ સંમેલન તથા સજ્જન શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં માતૃશક્તિના ગૌરવ, સન્માન અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવા તેમજ સજ્જન શક્તિને સંગઠિત કરી સમાજહિતનાં કાર્યોને વેગ આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખંભાત પાલિકાનાં પ્રમુખ મંજુલાબેન કિશોરભાઈ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત માતૃશક્તિ સહ સંયોજિકા નવનીતાબેન ઠાકુરે ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉપરાંત ખંભાતના વતની અને ભાજપના આણંદ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માતૃશક્તિની સામાજિક ભૂમિકા, સંસ્કાર અને સમાજના ઉત્થાનમાં મહિલાઓના યોગદાન સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો