ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે. શહેરમાં આખલા યુદ્ધ તેમજ અનેક લોકોને અડફેટે લીધા હોવાના અવનવા બનાવો બનવા છતા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામા આવતી નથી. માણેકચોક શીતલ ચોક વિસ્તારમાં એક બાઇક સવાર પરિવાર સાથે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રખડતા પશુઓએ તેમને અડફેટે લીધો હતો. અચાનક રખડતા પશુઓ સામે આવતા બાઇક સાથે અથડાયા હતા. બાઈકને નુકસાન થવા પામ્યુ હતુ છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો