ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે. CHO તેજસ પટેલ દ્વારા વાયરલ કરવામાં આવેલા વીડિયો મામલે જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) વી. એસ. ધ્રુવે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
ખેડા DHO વી. એસ. ધ્રુવે જણાવ્યું હતું કે, CHO તેજસ પટેલ દ્વારા આરોગ્ય વિભાગ પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેમણે વધુમાં ચોંકાવનારો દાવો કર્યો હતો કે, "તેજસ પટેલે જ્યારે આ વીડિયો બનાવ્યો ત્યારે તેઓ પોતે નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું છે." DHO ના આ નિવેદન બાદ હવે આ મામલો વધુ પેચીદો બન્યો છે.
