ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આંબલીયારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પ્રેમી-પંખીડાઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક પ્રેમી-પંખીડાની ઓળખ કરવામાં આવી છે.

કપડવંજમાં પ્રેમી-પંખીડાના મૃતદેહ મળ્યા

હસ્મિતા રાઠોડ (કપડવંજ તાલુકાના દુધાથલ, ભક્તાજીના મુવાડા ગામના), જેમના લગ્ન મહુધા તાલુકાના રૂપપુરા ગામે થયા હતા. જતીનભાઈ ઝાલા (રામપુરા ગામના), જેઓ અપરણિત હતા. બંનેના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યા હોવાની જાણ થતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં કપડવંજ ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે નર્મદા નહેરમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સોરણા હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

 પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં આ આત્મહત્યાનો કેસ છે કે હત્યાનો તે દિશામાં તપાસ ચાલી રહી છે. પરણિત પ્રેમિકા અને અપરણિત પ્રેમીના એકસાથે મૃતદેહ મળવાના કારણે પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: વાપી મહાનગરપાલિકાનું નવું વોર્ડ રચના-સીમાંકન જાહેર! કુલ 13 વોર્ડમાં 52 બેઠક