ખેડા જિલ્લાના માતરમાં વારૂકાંસ પાલ્લા રોડ પર આજે વહેલી સવારે કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. આ ટેન્કર ગ્રીન ફ્યુઅલ કંપનીનું હતું અને તેમાં 40,000 લીટર હાઈલી ઇન્ફ્લેમેબલ ઇથેનોલ ભરેલું હતું. ટેન્કર પલટી જતાં ઇથેનોલ સતત લીક થઈ રહ્યું છે. જેના કારણે જો જરા પણ સ્પાર્ક થાય તો ભયંકર વિસ્ફોટ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે.


નડિયાદ, ખેડાથી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

કંપનીની ઘોર બેદરકારીને કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ઘટનાની જાણ થતાં જ નડિયાદ, ખેડા અને ધોળકાથી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. ખેડા પ્રાંત અધિકારી, GPCB, મામલતદાર, ફાયર ટીમ અને લીંબાસી પોલીસ સહિત તમામ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને જ્વલનશીલ પદાર્થ કોઈ હાનિ ન પહોંચાડે તે માટે તંત્ર સજ્જ થઈ ગયું છે.

આ પણ વાંચો: Kheda : ચૂંટણી લડવા સરપંચે કાવાદાવા કર્યા, ત્રીજા સંતાનના જન્મના દાખલામાં ગેરરિરીતી કરાઇ હોવાનો આરોપ


  • Follow us on: