મેઘા દવેને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં બ્રાન્ચ ટોપર બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.મેઘા દવેએ પોતાના અભ્યાસની શરૂઆત કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમાથી કરી હતી. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારંભ યોજાયો હતો

ડિગ્રી બાદ તેમણે GTU ચાંદખેડા ખાતે *માસ્ટર ઓફ એન્જિનિયરિંગ (AI & Data Science)માં પ્રવેશ લીધો હતો. મેઘા દવેએ એ 2026માં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 10 માંથી 9 પોઇન્ટ (CPI) મેળવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે મેઘા દવે GTUમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ બ્રાન્ચના ટોપર બન્યા અને તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તેમજ અલ્હાબાદ યુનિવર્સિટીના ચાન્સલર આશિષકુમાર ચૌહાણ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અલ્હાબાદ યુનિવર્સિટીના ચાન્સલર આશિષકુમાર ચૌહાણ પણ હાજર રહ્યાં

સમારોહ દરમિયાન ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કઠલાલના મેઘા દવેને AI & Data Scienceમાં બ્રાન્ચ ટોપર બનવાના કારણે આશિષકુમાર ચૌહાણના હસ્તે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેઘા દવેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતાં પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ તેમજ કઠલાલ વિસ્તારના નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. સૌએ મેઘા દવેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.


આ પણ વાંચો : Agriculture News : સુરેન્દ્રનગરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે મળશે વૈશ્વિક બજાર, આત્મા પ્રોજેક્ટ દ્વારા 'નેચરલ સર્ટિફિકેશન'ની પ્રક્રિયાને વેગ