ખેડા : ગોબલજ ડિવિઝનમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પાણી ભરાઈ જવાને કારણે વીજ પોલ ધરાશાયી થતાં આ સ્થિતિ સર્જાઈ છે. આના કારણે ઔધોગિક એકમોને અસર થઈ છે. યુજીવીએસીએલના 11 કેવી ઝવેરી ઇન્ડસ્ટ્રી ફ્ડિરમાં આ સમસ્યા ઉભી થઈ છે. આ ફ્ડિર 66 કેવી બીડજ સબ સ્ટેશનમાંથી આવે છે. આ ફ્ડિર પર 10 મોટા અને 900 જેટલા નાના ઉદ્યોગો નિર્ભર છે. યુજીવીએસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વરસાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીમાં કામ કરવું પડતું હોવાથી ખેડા નગરપાલિકાની બોટનો ઉપયોગ કરીને સમારકામ ચાલી રહ્યું છે.
