નડીઆદ-મોડાસા રેલવે લાઇન પર સોનીપુરા ગામ પાસે આવેલા ફાટક નંબર-57ના સમારકામને કારણે 7 ઓગસ્ટ સવારે 8 વાગ્યાથી 8 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધી ફાટક પરથી તમામ પ્રકારના વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર સલામતી અને વાહનવ્યવહારનું સુચારૂ નિયમન જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી વૈકલ્પિક માર્ગોની પણ જાહેરાત કરી છે. જાહેરનામા મુજબ મોડાસાથી પાંખીયા થઈ કપડવંજ, કઠલાલ, મહુધા અને નડીઆદ તરફ્ આવતા તેમજ નડીઆદ, મહુધા, કઠલાલ, કપડવંજ થઈ પાંખીયા અને મોડાસા તરફ્ જતા તમામ વાહનોને પ્રતિબંધિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી રહેશે નહીં. વૈકલ્પિક માર્ગ તરીકે મોડાસા તરફ્થી આવતા વાહનો રેલીયા પાંખીયા ત્રણ રસ્તા, કાપડીવાવ, સોરણા ત્રણ રસ્તા અને લાડવેલ ચોકડી થઈ કઠલાલ, મહુધા તથા નડીઆદ તરફ્ જઈ શકશે. તેમજ સોરણા ત્રણ રસ્તાથી કપડવંજ તરફ્ પણ અવરજવર કરી શકાશે. નડીઆદ તરફ્થી મોડાસા જતાં વાહનો માટે નડીઆદ-મહુધા-કઠલાલ બાયપાસ-લાડવેલ ચોકડી-સોરણા પાટીયા-કાપડીવાવ માર્ગ તેમજ કપડવંજ ડાકોર ચોકડી-સોરણા પાટીયા-કાપડીવાવ માર્ગ વૈકલ્પિક રૂટ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો