અંગ્રેજોના શાસન દરમિયાન ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામ ખાતે 999 વિધામાં તળાવનું નિર્માણ કર્યું હતું મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આશરે 118 વર્ષ જૂનું ખાખરીયાના વાંધરોલી સ્થિત ખાખરીયા તળાવ મીની સરોવર તરીકે ઓળખાય છે તળાવનું નયનરમ્ય દૃશ્ય ઊડીને આંખે વળગે તેવું છે. ખાખરિયા ગામનું 999 વિઘાનું તળાવ ઓવરફ્લો સમગ્ર વિસ્તાર માં સતત વરસી રહેલા વરસાદના કારણે ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામનું 999 વિઘા વિસ્તાર ધરાવતું તળાવ સંપૂર્ણપણે ભરાઈ જતાં ઓવરફ્લો થયું છે તળાવમાં પાણીની સતત આવકને કારણે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તળાવના પાણીનો લાભ ફ્તેપુરા, બૈડપ ગંગાના મુવાળા, તખું ના મુવાળા અને માયરા ના મુવાળા ગામોના ખેડૂતોને મળવાની આશા છે અંદાજે 100 હેક્ટર જેટલી ખેતીની જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની સંભાવના છે, જેના કારણે આગામી ખેતીની સિઝનમાં પાણીની અછત સર્જાય તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. તળાવ ઓવરફ્લો થવાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને ગામોમાં પૂરતું સિંચાઈનું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા જો આવતા દિવસોમાં વધુ વરસાદ પડશે તો તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખશે અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવામાં આવશે. આ અંગે મદદનીશ ઇજનેરના સંપર્ક કરતા જણાવ્યું કે જો તળાવમાં 102 મીટર ઉપર પાણીનું લેવલ વધે તો શેઢીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની ફરજ પડશે.
