નેશનલ હાઈવે પર વડાલા પાટીયા પાસે આવેલી બીપીસીએલ ચોકડી પાસે બુધવારે સવારના સમયે એલીપીજી ટેન્કર અને આઈશર ગાડી વચ્ચે અકસ્માત થયો હોવાને પગલે હાઈવે પર વાહનોની લાઈન લાગી હતી. જોકે અકસ્માતના બનાવ અંગે નમતી બપોર સુધી કોઈ જ ફરિયાદ થઈ ન હતી.


આ અંગે વધુમાં મળેલ માહિતી મુજબ આઈશર ગાડી ખેડા તરફથી આવી રહયુ હતુ. જયારે એલ.પી.જી ટેન્કર વડાલા પ્લાન્ટમાંથી બહાર નીકળી હતી.અને તે હાઈવે પર ચડી રહયુ હતુ.જે દરમ્યાન ખેડા તરફથી આવતી આઈશર ગાડી ટેન્કરના કેબીન સાથે અથડાતા અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે વાહનોની લાંબી લાઈન લાગી હતી.આઈશર ગાડી ચાલકની કેબીન સાથે અથડાતા મોટો અકસમાતનો બનાવ અટકી ગયો હોવાનુ બનાવના સ્થળ હાજર લોકોમાં ચર્ચાતુ હતુ.વાહનોની લાંબી લાઈનને પગલે વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો લઈને પસાર ગયા હતા. આ લખાય છે.ત્યાં સુઘી અકસ્માત અંગે ખેડા પોલીસ મથકે કોઈ જ ફરીયાદ થવા પામી ન હતી. અકસ્માતના બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હોવાનુ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: