પોલીસ ધારે તો ગુનેગારને પાતાળમાંથી પણ શોધી કાઢે તે ઉક્તિ ખેડા એલસીબીએ વધુ એક વાર સાર્થક કરી બતાવી છે. નડિયાદમાં ચીટીંગના ગુનામાં સંડોવાયેલો ઈસમ છેલ્લા નવ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. આખરે બાતમી આધારે પોલીસે 1800 કિલોમીટર દૂર ઠરીઠામ થઈ ચૂકેલ ઈસમને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ આધારે ગુજરાતમાં લાવી હતી. નડિયાદના ટાઉન પોલીસ મથકે 2017માં વિદેશના વિઝા અપાવવાના નામે ભરત શાંતિલાલ મોઢ (મુળ રહે. કુંભારવાડા, શેરી નં. 6, પોરબંદર)એ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી. છેલ્લા નવ વર્ષથી ભરત નાસતો ફરતો હતો. તેના વિરુદ્ધ કોર્ટે કલમ 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ કર્યું હતું. પોલીસ ઘણા સમયથી તેને શોધી રહી હતી. ખેડા નડિયાદ એલસીબી દ્વારા ભરતના મુળ વતન, તેના સંભવિત રહેણાંક સ્થળો પર વારંવાર તપાસ હાથ ધરી હતી, પણ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે ખેડા એલસીબીના એ.એસ.આઈ. રૂતુરાજસિંહ ગોપાલસિંહે સતત પ્રયાસ કરી ભરતનો કોન્ટેક્ટ નંબર શોધી કાઢયો હતો, જેના સીડીઆર કઢાવતા ઓડિસા રાજ્યના બાલાસોર જિલ્લાના બલરામગડી વિસ્તારમાં બતાવતા હતા. જેથી એલસીબી બલરામગડી પહોંચી હતી. જ્યાં ભરત સાહિલ મરીન પ્રા.લિ. કંપનીમાં નોકરી ધંધો કરતો કરી કંપનીમાં જ રહેતો હોઈ ઝડપી પાડયો હતો. ભરતને બલરામગડી કોર્ટમાં જ રજૂ કરતાં કોર્ટે 72 કલાકમાં કોર્ટમાં ભરતને રજૂ કરવાનો હુકમ કરતાં એલસીબી પોલીસ ભરતને લઈ નડિયાદ રવાના થઈ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: