પવિત્ર શ્રાવણ માસ શુક્રવારે સંપન્ન થતાં ખેડા જિલ્લાના શિવ મંદિરો સહિત અન્ય મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડયો હતો. શ્રાવણ માસમાં અંતિમ દિવસે અમાસ પર્વ પ્રસંગે કપડવંજના ઉત્કંઠેશ્વર અને ગળતેશ્વર ખાતે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડતાં મીની મેળો જેવો માહોલ સર્જાયો હતો. શિવમંદિરો માં ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના, લઘુરૂદ્ર યજ્ઞ, ભગવાનની શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર ઉજવાયો હતો. શિવાલયોમાં ભોળાનાથના દર્શન અને જળાભિષેક માટે શ્રાદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી .શિવ મંદિર આખો દિવસ હર હર મહાદેવના નાદથી ગુંજયા ઉઠયા હતા. જિલ્લો શિવમય બની ગયો હતો. પવિત્ર શ્રાવણ માસના અમાસ પર્વ નિમિતે શુક્રવારે નડિયાદ મોટાકુંભનાથ મહાદેવ, માઇમંદિર , સંતરામેશ્વર મહાદેવ, કપડવંજના ઉત્કંઠેશ્વર મહાદેવ , ગળતેશ્વર મહાદેવ મંદિર, માતર તાલુકાના રધવાણજ નજીક આવેલ શંકરાચાર્ય નગર, પીજ કપીલેશ્વર મહાદેવ મંદિર સહિત જિલ્લાના તમામ શિવ મંદિરો તેમજ અન્ય દેવ દેવી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જયારે જિલ્લાના શિવમંદિરોમાં ભગવાન ભોળાનાથને જળ ,દૂધ , બિલીપત્ર, પુષ્પ , કાળતલ ચઢાવીને ભકતોએ ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં સાંજે ફૂલ મંડળીનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવ મંદિરો આખો દિવસ ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો છે. અને ભકતોના હરહર મહાદેવ, ઓમ નમઃશિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા. કપડવંજના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે દર્શનાર્થીઓનો મહેરામણ ઉમટી પડયો હતો. અને મીની લોક મેળા જેવો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત ગળતેશ્વરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા.ખેડાના રઢુ આવેલા મહાદેવ મંદિરમાં લઘુ રૂદ્ર સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. કપડવંજમાં પૌરાણિક નીલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ અમાસ પર્વ પ્રસંગે સામવેદિય મહાપૂજા તથા લઘુરૂદ્ર યજ્ઞનો યોજયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો