ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ એટલે કે હોળી - ધૂળેટીના પર્વે મોટીસંખ્યામાં ભાવિકો પગપાળા દર્શનાર્થે આવતા હોય છે. નગરમાં મેળાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ત્યારે ફાગણી પૂનમ પૂર્વે જ રવિવારથી ભાવિકો ધજા સાથે શ્રી રણછોડરાયજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા. ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા પણ પૂનમ પૂર્વે પગપાળા ધજા લઈને આવતા ભાવિકો માટેની વ્યવસ્થા પણ શરુ કરી દેવાઈ છે. મંદિર પરિસરમાં સરળતાથી દર્શન થઈ શકે તે માટે રેમ્પ પણ લગાવી દેવાયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: